અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા

Subham Bhatt
2 Min Read
મધરાતે સાવજ આવ્યો ગીર ગઢડાના વડવિયાળા ગામમાં અચાનક સિંહ આવતાં લોકોમાં ફફડાટ , દેકારો કરતાં વનરાજને ભાગવું પડ્યું અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા વન વિભાગને ઘટનાની જાણ થતાં વનકર્મીઓ વડવિયાળા ગામે પહોંચ્યા ગીર – સોમનાથ જિલ્લાના ગીર – ગઢડા તાલુકાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા વડવીયાળા ગામમાં ગત રાત્રિના એકાએક સિંહ ચડી આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો . સિંહને ભગાડવા લોકોએ દેકારો શરૂ કર્યો હતો . સિંહની પજવણી કરતા હોવાનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં . પજવણીથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો . આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ગામમાં દોડી આવ્યો હતો . જોકે અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા . આ સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી ગ્રામજનોએ દેકારો કરતાં અંતે વનરાજ ભાગ્યા ગીર જંગલ બોર્ડરની આસપાસનાં ગામોમાં ઘણી વખત સિંહ , દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ આવી ચડતાં જોવા મળે છે .
As long as the lion remained in the village for half an hour, the lives of the villagers were also choked to death
એવી જ રીતે ગત રાત્રિના સમયે જિલ્લાના ગીર – ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ચડ્યાની ઘટના સામે આવી છે . દસેક વાગ્યા આસપાસ વડવિયાળા ગામમાં એક સિંહ આંટાફેરા મારી રહ્યો હતો . એ સમયે અમુક ગ્રામજનોના ધ્યાનમાં આવતાં ગામમાં સિંહ આવ્યો હોવાની વાત સમગ્ર ગામ અને બાદમાં પંથકમાં પ્રસરી ગઈ હતી . આ વાતને લઈ ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી . એ સમયે એક તરફથી બંધ શેરીમાં સિંહ પ્રવેશ્યા બાદ બહાર નીકળવા તરફ રસ્તામાં અમુક ગ્રામજનો એકત્ર થઈ ગયાં હતાં . ગ્રામડનો સિંહને ભગાડવા દેકારો કરી રહ્યાં હતાં . આમ પજવણી કરાતી હોવાથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો વન વિભાગનો સ્ટાફ વડવિયાળા ગામે દોડી આવ્યો આ સમગ્ર ઘટના ગામના અમુક યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી , જેનો વીડિયો વાઇરલ થયો છે . તો ગામમાં જેટલો સમય સિંહ રહ્યો ત્યાં સુધી ગામ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા . સિંહના ગયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો . આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ વડવિયાળા ગામે દોડી ગયો હતો
Share This Article