સગીર દીકરી પાસે સગી માતા કરાવતી હતી દેહવેપાર, માતાનો પ્રેમી આચરતો હતો દુષ્કર્મ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લામાં માતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સગીર દીકરીએ તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ  નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે સગી જનેતા તેની પાસે દેહવેપાર કરાવતી હતી. આ ઉપરાંત માતાનો પ્રેમી પણ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો. સગીરા ના કહેતી છતાં તેની માતા બે હજાર જેટલી રકમ લઈને પરપુરુષોનો બોલાવતી હતી. આ મામલે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથક  ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.હિંમતનગર ખાતે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.

The mother used to do prostitution with the minor daughter, the mother's lover was committing misdeeds

સગીરા પર અત્યાચાર અહીંથી જ અટક્યો ન હતો. સગીરાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેની માતાએ તેને વેચી નાખવાનો પણ પ્લાન ઘડ્યો હતો. આ માટે તે પુખ્ત વયની થાય તેની રાહ જોવામાં આવી રહી હતી. માતાએ તેની સગી મામી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો.આ કેસમાં સગીરાએ તેની માતા, મામી સહિત 20 લોકો સામે ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે તેની સાથે 18 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. જેમાં તેની માતાનો પ્રેમી પણ સામેલ છે. માતાનો પ્રેમી વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની વાત ફરિયાદમાં લખવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી આરંભી છે.

Share This Article