ખેડાના હરીયાળા પાસે ટોયોટા કાર ડિવાઈડર કુદી ઈકો કાર સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 12 લોકોને ઈજા

Subham Bhatt
2 Min Read

ખેડા પાસેથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ગત રોજ ટોયેટા કાર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા અમદાવાદ તરફથી વડોદરા તરફ જઈ રહેલી ટોયેટા કાર એકાએક ડિવાઈડર કુદી રોગ સાઈડે ધસી આવી હતી. જેથી સામેથી આવતી ઈકો કાર સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમજ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે દાણાપીઠા વિસ્તારમાં રહેતા બાધુભાઈ રામાભાઈ ભરવાડનું સાસરીયુ ચકલાસી મુકામે છે. ત્યારે તાજેતરમાં જ તેમના સાળાનું દેહાંત થતાં ગતરોજ તેમનું બેસણું હતું.

Toyota car divider jumps near Kheda green, collides with eco car, one killed, 12 injured

જેથી બાધુભાઈ અને તેમની પત્ની તથા કુટુંબીજનો ઇકો કાર નંબર (GJ 38 B 2724)મા બેસી ચકલાસી મુકામે આવ્યા હતા. જ્યાં બેસણું પતાવી આ તમામ લોકો ભરત વિરમગામ ખાતે જઈ રહ્યા હતા.ઈકો કારમાં બેઠેલા બાધુભાઈ ભરવાડ, ગંગાબેન ભરવાડ, ભોપાભાઈ છગનભાઈ ભરવાડ, જીનાભાઈ કાભાઈભાઈ ભરવાડ, કંકુબેન કાશીરામ ભરવાડ, માનાબેન ભોપાભાઈ ભરવાડ, બબુબેન રામભાઈ ભરવાડ, ટીડીબેન હાજાભાઈ ભરવાડ, રઘુભાઈ ગોપાલભાઈ ભરવાડને તથા ઉપરોક્ત ટોયેટા કારમા સવાર લોકો‌ મળી કુલ 10થી વધુ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ પૈકી ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ભોપાભાઈ છગનભાઈ ભરવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

Share This Article