મહેસાણા, પાટણ અને બ.કાં. જિલ્લામાં સમયસર પેટ્રોલ, ડીઝલમાં વેટ ડ્યુટી ચલણ ન ભરતાં 583 ડિલર્સ ડિફોલ્ટર

Subham Bhatt
2 Min Read

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને આવરી લેતા સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 વિસ્તારમાં આવતા પેટ્રોલ, ડીઝલના ડિલર્સોએ ગ્રાહકો પાસેથી પેટ્રોલ, ડીઝલમાં મેળવેલ સરકારી દર મુજબનો વેલ્યુ એડેડ ટેક્ષનું ચલણ દર મહિના પછીના 12 દિવસમાં કચેરીએ દર્શાવવાનું હોય છે તેમજ તેના રિટર્ન પત્રકો એક મહિનામાં ભરવાના હોય છે.આમ છતાં પેટ્રોલ,ડિઝલના વેટ ચલણ ભરવામાં મોટાભાગે ડિલર્સો ઉદાસીન રહ્યા છે.મે મહિનાના વેટ ચલણો કુલ 694 ડિલર્સો પૈકી માત્ર 111 ડીલર્સે 12 જૂન સુધીમાં ભર્યા છે, જ્યારે 583 જેટલા ડિલર્સ સમયસર વેટ ચલણ ભરવામાં ઉદાસીન રહેતા વેટ ચલણ મામલે આ ડીલર્સો તંત્રના ડિફોલ્ટરની સૂચીમાં આવતા હવે વિલબિંત એક્સાઇઝ(વેટ) ડ્યુટીમાં આ ડીલર્સો પાસેથી 18 ટકા વ્યાજ સાથે વસુલાત માટે નોટિસ આપવાની તજવીજ કરાઇ છે.

Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel

સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 ના સૂત્રોએ કહ્યુ કે, હાલ પેટ્રોલમાં લીટરે રૂ. 13. 70 અને ડીઝલમાં રૂ. 14. 9 એક્સાઇઝ ડ્યુટી લાગુ છે.જેમાં દર મહિને જીએસટી(વેટ) કચેરી મારફતે પેટ્રોલ, ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં સરકારી તિજોરીમાં મહેસાણા વિભાગ 4 વિસ્તારમાંથી રૂ. 10 કરોડની આવક થાય છે.અગાઉ પેટ્રોલ,ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટની રૂ. 12 કરોડ આવક થતી હતી,જે ડ્યુટી ઘટાડા પછી બે કરોડ આવક ઓછી થઇ છે.જેમાં પેટ્રોલ, ડીઝલની એક્સાઇઝ ડ્યુટી સાથે ભાવ પ્રમાણે ગ્રાહકોથી ડીલરો મેળવે તે પૈકી એક્સાઇઝ ડ્યુટી રકમના ચલણો મહીના પછી 12 દિવસમાં ભરવાના હોય છે.સમયસર વેટ ચલણ તેમજ રીટર્ન ભરવા માટે તાજેતરમાં જીએસટીના અધિકારીઓ દ્વારા ડીસા ખાતે ડીસા અને પાટણના પેટ્રોલ પંપ ડીલર્સો સાથે બેઠક યોજીની માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Share This Article