સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા મેધરાજા ની ધમાકેદાર એન્ટ્રી

Subham Bhatt
1 Min Read

ગુજરાત  સહિત જિલ્લાઓમા ચોમાસુ બેસી ગયુ છે ત્યારે સાબરકાંઠા મા પણ છેલ્લા બે દિવસ થી મેધરાજા ની એન્ટ્રી જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામા મોસમનો પહેલો વરસાદ ગાજવીજ તેજ પવન સાથે મોટા ફોરે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી તો વરસાદ પડતા ધરતી પુત્રો સહિત નગરજનો તથા તાલુકાના લોકોમા ખુશી જોવા મળી હતી

Dhamakedar entry of Medharaja in the taluka including Prantij of Sabarkantha district

તો અસહ્ય ગરમી ઉકળાટ બાદ તેજ પવન સાથે મેધરાજા નુ આગમન થતા અસહ્ય ગરમી થી લોકો ને રાહત થઈ હતી અને વાતાવરણ મા પણ ઠંડક પ્રસરીજવા પામી હતી તો માત્ર અડધો ઈંચ વરસાદ ને લઈ ને પ્રાંતિજ ની હરીઓમ પાર્ક સોસાયટી , પાંચ બંગલા સોસાયટી સહિત નીચાણ વાળા વિસ્તારો મા વરસાદી પાણી ભરાઈ જતા પ્રાંતિજ પાલિકા ની પ્રીમોન્શુન ની કામગીરી ની પોલ પણ મોસમ ના પહેલા વરસાદે ખુલ્લી પાડી હતી

Share This Article