વરસાદ ન થતા વરસાદ ની રાહ જોતા ખેડુતો ની હાલત હાલ તો થઈ છે કફોડી બની

Subham Bhatt
2 Min Read

સાબરકાંઠા જીલ્લા માં ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસ નુ સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યુ છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસ ના અધધ ભાવ મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડુતો વધુ વાવેતર કરેલ છે.પરંતુ ચાલુ સાલે સાબરકાંઠા જીલ્લા માં નહિવત વરસાદ છે પહેલા એક દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો અને એટલે ખેડુતો કપાસ અને મગફળી નુ વાવેતર કરી દીધુ પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે.આમ તો ગત સાલ વરસાદ ઓછો વરસ્યો હતો અને જેના કારણે કુવાના તળ પણ ઉંડા ગયા છે જળાશયમાં પણ નહિવત પાણી હાલ ઉપલબ્ધ છે

The condition of the farmers waiting for the rain without rain has become dire

તો સામે કેનાલ મારફતે પણ પાણી છોડાતુ નથી જેથી ખેડુતો ની હાલત હાલ તો કફોડી બની ગઈ છે. વરસાદ પણ જાણે કે ખેડુતો ને હાથ તાળી આપી રહ્યો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને પાક પણ દિવસે ને દિવસે મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડુતો હાલ તો કુદરત પર આશા રાખીને બેઠા છે કારણ કે મોઘાદાટ બીયારણ દવાઓ ખાતર અને મજુરી તો સામો ડીઝલ ના ભાવ પણ આસમાને પહોચ્યા છે અને માંડ માંડ ખેતરમાં વાવેતર કર્યુ છે પરંતુ વરસાદ ન વરસતા ખેડુતો ના મુખ પણ મુરજાયા છે ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડુતો મીટ માંડીને બેઠા છે.જો બે થી પાંચ દિવસમાં વરસાદ ન આવે તો ખેડુતો ને નુકસાન થઈ શકે તેમ છે કારણ કે પાણી વગર પાક પણ મુરજાઈ રહ્યો છે.

Share This Article