વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
2 Min Read

દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના ગામના વૃદ્ધિનો દર રવિવારે સત્સંગનું આયોજન થતું હોય છે ત્યારે ૨૯ માં રવિવારે એટલે કે આજે ગામના અગ્રણીઓએ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૨૦૦ થી વધુ વૃદ્ધ દંપતીઓનું કંકું તિલક કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તો સાથે સફાઇ કર્મીના પગ ધોઈને  પૂજન અર્ચન કરી તેને દરેક સમાજના લોકો વચ્ચે માન સન્માન આપ્યું હતું. જેને લઇને સફાઇ કર્મી પણ આનંદિત થયો હતો અને કહ્યું કે આવું સન્માન બધાનું થવું જોઈએ.

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

હાલના સમયમાં માતાપિતા ને પરિવારજનો ધૂતકારતા હોય છે જેને લઇને માતાપિતા વૃદ્ધાશ્રમ આશરો લેવાનો વારો આવતો હોય છે ત્યારે માતાપિતાની કિંમત હોતી નથી ત્યારે ધામડી ગામે રવિવારે તમામ વૃદ્ધો એકઠા થઈને આધ્યાત્મિકતામાં વાળીને સંતો ની નિશ્રામાં સત્સંગ યોજાય છે જ્યાંથી માત્ર એક જ સંદેશ આપવામાં આવે છે માતપિતા નું મનો અને દરરોજ સવારે નમન કરી કામે જાઓ તો કામ માં અનન્ય સફળતા મળશે. આ વાત હાલના સમયમાં સમાજમાં પ્રસરે એ હેતુ શરૂઆત ગ્રામજનોએ કરી છે. દરરોજ સવારે માતાપિતા ને પગે લાગવું અને જો હયાતી ના હોય તો તેમની ફોટો પ્રતિમાને પણ પગે લાગી ઘરની બહાર નીકળવું જેને લઇને કોઇ પણ કામ અશક્ય નહીં બને તે નિશ્ચિત છે.

Share This Article