મેહુલ બોઘરાના સમર્થનમાં બોડેલી બાર એસોસિએશને આવેદન આપ્યું

Imtiyaz Mamon
2 Min Read

સુરત ખાતે વકીલ મેહુલ બોધરા પર ટીઆરપી સુપરવાઇઝર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે બોડેલી બાર એસોસિએશનએ આ ઘટનાને વખોડી નાખી તાલુકા સેવાસદન પાસે ભારે સુત્રોચાર કર્યા હતા અને બોડેલી ડેપ્યુટી કલેકટર મારફતે મહા મહિમ રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર પાઠવ્યું છે

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુરત બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાહેર રોડ ઉપર પોલીસની હાજરીમાં ટીઆરપીના જવાનો દ્વારા વકીલને મારી નાખવાના ઈરાદા થી ઘાતક હુમલો કરી કાયદાના રક્ષકોએ પોતે કાયદો હાથમાં લઇ અમારા સુરતના વકીલને ગંભીરતા પહોંચાડે લ હોઈ જે બાબતને અમે બોડેલી બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે આવા અસામાજિક તત્વોથી રક્ષણ મળે તે હેતુથી બોડેલી બાર એસોસિએશન આ રાજ્ય સરકારના પ્રતિનિધિને આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ તે માટે ગુજરાત રાજ્ય સરકારને  આવેદન આપવાની જરૂર પડેલ છે બોડેલી બાર એસોસિએશન દ્વારા તા ૨૩/૦૮/૨૨  ના રોજ આ બાબતનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ બાબતે મહા મહિમ રાજ્યપાલને આવેદન બોડેલીના ડેપ્યુટી કલેક્ટર શ્રી મારફતે આવેદનપત્ર પણ આપે છે અને આ ઘટનાએ માત્ર વકીલ ઉપરનો હુમલો નથી પરંતુ લોકતંત્ર પર પણ હુમલો છે તેમજ સામાન્ય જનતા આ ઘટનાથી ખૂબ ભયભીત થઈ ગયેલ છે કારણ કે વકીલ જેવા જાગૃત નાગરિક ઉપર જીવલેણ હુમલો માત્ર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી વિરુદ્ધ પોતાનું ભારતના નાગરિક હોવાની ફરજ અને મહાત્મા ગાંધી અને બાબા આંબેડકર ઉપદેશોનું પાલન કરતાં તેઓએ આવી ઘટક પરિસ્થિતિનું ભોગ બનવું પડેલ છે જેથી બોડેલી બાર એસોસિયેશનની વિનંતી કે રાજ્યની કથડેલી કાયદો અને વ્યવસ્થા નો એક ઉદાહરણ છે શર્મા નાક ઘટનાને અમે બોડેલી બાર એસોસિએશન ના વકીલ મિત્રો ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને ફરીથી આવો બનાવ ન બને તે માટે રાજ્ય સરકાર અને રાજ્યનો કાયદો વિભાગ તથા પોલીસ મહાનિદર્શક તરફથી જરૂરી સૂચનાઓ આપી તેનો અમલ કરવા જરૂરી સુચના આપવા જે તે કંસેટ જિલ્લા પોલીસ વડા ઓએ પણ જાણ કરવા હાલનું આવેદન પત્ર આપી હાલની આ સુરત ની ઘટનાને ગંભીરતાથી બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ

Share This Article