“એક શિક્ષક સો માતા ની ગરજ સારે છે’, તેવી ઉક્તિને એક શિક્ષક જ લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ચાલુ પરીક્ષાએ બાળકો એક તરફ લખતા હોય અને શિક્ષક દારૂ ઢીંચીને બાળકોની હાજરી છે ત્યાં જ સુઈ જાય ત્યારે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે. તે વિશે રાજ્યના શિક્ષણ વિભાગને અવશ્ય પૂછવું જોઈએ. બોડેલીના કઠમાંડવા ગામની ઘો.1થી 5 ની પ્રાથમિક શાળામાં હાલ છ માસિક પરીક્ષા ચાલી રહી છેન. ત્યારે ઘો.3 થી5 નાં બાળકો વર્ગ ખંડમાં લખી રહ્યા હતા ત્યારે રાવજીભાઈ વસાવા નામનો શિક્ષક નશો કરેલી હાલતમાં વર્ગમાં જ સુઈ ગયો હતો. બાળકો પણ અચરજ પામ્યા હતા.છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળાનો એક દારૂના નશામાં ધુત થઈને શાળાનાં વર્ગ ખંડ માં આરામ ફરમાવતો શિક્ષક નો વિડીયો વાયરલ થયો છે , વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક તરફ શાળાના વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષા ચાલતી હોઈ પરીક્ષા આપી રહ્યા છે તો બીજી તરફ નશામાં ધુત શિક્ષક વર્ગખંડમાં આરામ ફરમાવી રહ્યો છે જેને લઈ મીડિયા માં અહેવાલ પ્રસિદ્ધ કરતા રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દારૂ ના નશા માં ચકચૂર થયેલા શિક્ષક રાવજી વસાવા ફરજ પર થી સસ્પેન્ડ કરી દેતા શિક્ષણ જગત માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -