સેક્સ અંગે મહિલાઓને સતાવે છે આ ડર

admin
2 Min Read

1. સેક્સ દરમિયાન વિચારો કરવા

સેક્સથી માત્ર શાંતિ, આનંદ મળે તેવું નથી ધણા લોકો સેક્સથી ડરતા હોય છે. કેટલાંક પુરુષો અને મહિલાઓની અંદર સેક્સને લઈને ઘણા પ્રકારના ડર હોય છે. ખાસ કરીને મહિલાઓની અંદર સેક્સને લઈને વધારે ડર હોય છે. તેના કારણે તેઓ યૌન સંબંધ દરમિયાન મગજમાં ઘણા બધા વિચારો કરતી હોય છે.

2. પાર્ટનરને બોડી પસંદ ન આવી તો.

કેટલીક મહિલાઓ નેકેડ થઈને યૌન સંબંધ રાખવાનું પસંદ નથી કરતી. પાર્ટનર દ્વારા નેકેડ સેક્સની ઈચ્છા વ્યક્ત કરવામાં શરમ અનુભવતી હોય છે. તેમના મનનાં ડર હોય છે કે તેમના પાર્ટનરને તેમની બોડી એટ્રેક્ટિવ ન લાગી તો શું થશે. શું તેમનો પાર્ટનર પહેલા જેટલો પ્રેમ કરશે કે પછી તેમના થી દૂર થઈ જશે. પરંતુ એક વાત ચોક્કસ સમજવી જરૂર છે દરેકમાં કોઈના કોઈ ખામી હોય છે. પ્રેમ માત્ર શારીરિક નથી હોતો.

3. પ્રેગ્નેટ થવાનો ડર.

કેટલીક મહિલાઓ એક મર્યાદિત સમય સુધી પ્રેગ્નેસી રાખવા નથી માંગતી. પરંતુ ક્યાંક પ્રેગ્નેટ થઈ જશે એટલા માટે તેઓ સેક્સ કરવાથી દૂર ભાગે છે અને મનમાં પ્રેગ્નેટ થવાનો ડર રહે છે એટલા માટે તેઓ સેક્સને એન્જોય નથી કરી શકતી. પરંતુ કોન્ડોમથી તમે આ ડરને દૂર ભગાવી શકો છો.

4 પાર્ટનર કંઇક નવું ટ્રાય કરશે તેનો ડર.

મેલ પાર્ટનરને સેક્સ દરમિયાન એક્સપેરિમેંટ અને રોમાંચ પસંદ હોય તો ફીમેલ પાર્ટનર તે વિચારીને ડરી જાય છે કે ક્યાંક તેમનો પાર્ટનર કંઈક નવુ ટ્રાય કરશે જે તેમને પસંદ નહીં આવે તો અથવા ક્યાંક તેમને દુખાવો થશે તો. જો સેક્સ કરવાની ના પાડી તો તેમનો પાર્ટનર નારાજ થઈ જશે તો. મોટાભાગે પુરુષ સેક્સ દરમિયાન પોતાની મનમાની કરતા હોય છે તેમને પોતાના પાર્ટનરની ઈચ્છાઓની કઈ પડી હોતી નછી. તેના કારણે મહિલા પાર્ટનરની અંદર અસુરક્ષાની ભાવના પેદા થાય છે.

Share This Article