છોટાઉદેપુર-અલીરાજપુર ટ્રેનનો પ્રારંભ,

admin
1 Min Read

છોટાઉદેપુર-અલીરાજપુર રેલ્વે સ્ટેશને તા.30મી ઓક્ટોબરે મુસાફરોને સાંભળવા મળશે. કારણ કે રેલ્વે તંત્ર દ્વારા તા.30મી ઓક્ટોબરના રોજથી વડોદરા-છોટાઉદેપુર વચ્ચે દોડતી ટ્રેનને છોટાઉદેપુર-અલીરાજપુર વચ્ચે દોડાવવા માટેની સત્તાવાર જાહેરાત કરી છે. લાંબા સમયથી વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર વચ્ચે ચાલતી ટ્રેનને અલીરાજપુર સુધી લંબાવવા માટેની અટકળો ચાલતી હતી.રેલ્વે તંત્ર દ્વારા છોટાઉદેપુરથી અલીરાજપુર વચ્ચે તા.30મી ઓક્ટોબરથી ટ્રેન સેવાનો શુભારંભ કરવાની જાહેરાત કરાઇ છે. જે મુજબ તા.30 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે છોટાઉદેપુર રેલ્વે સ્ટેશનથી છોટાઉદેપુરના સાંસદ લીલીઝંડી બતાવીને ટ્રેનને અલીરાજપુર પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન બપોરે 1-30 વાગ્યે અલીરાજપુર પહોંચશે. અલીરાજપુરથી ટ્રેન છોટાઉદેપુર આવવા માટે બપોરે ત્રણ વાગ્યે ઉપડશે. ટ્રેનને રતલામના સાંસદ લીલીઝંડી બતાડી ત્યાંથી પ્રસ્થાન કરાવશે.છોટાઉદેપુરથી ધાર સુધી રેલ્વે લાઇનનું કામનું ખાત મૂહુર્ત જાબુવા ખાતે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને તત્કાલિન રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવ દ્વારા 2007-08માં કરાયું હતું.11 વર્ષે આ ટ્રેન માત્ર છોટાઉદેપુરથી અલીરાજપુર વચ્ચે 48.5 કિલોમીટર સુધીનું કામ થયું છે.જોકે આ ટ્રેક ઉપર શરૂઆતમાં મંથર ગતિએ કામ થતું હતું.ત્રણ વરસથી ઝડપભેર કામ થયું છે.

 

Share This Article