છોટાઉદેપુર : બોડેલીમાં ગંદકીનું સામ્રાજ્ય

admin
1 Min Read

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રની પાછળ અસહ્ય ગંદકીના સામ્રાજ્યથી દર્દીઓ તેમજ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં સાફસફાઈ  કરે તે ખુબ જ જરૂરી બન્યું છે. ગુજરાતના અનેક રાજ્યમાં ડેન્ગ્યુ,  મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. જયારે છોટાઉદેપુર જિલ્લો પણ રોગચાળાના ભરડામાં છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં  આવેલ અલીપુરા વિસ્તારમાં ફેલાયેલ ગંદકીથી રોગચાળો વકરશે તેવી ભીતિ લોકોમાં સેવાઇ રહી છે. બોડેલીના અલીપુરા વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જ્યાં દરરોજ સારવાર અર્થે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. પરંતુ સામુહિક અરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે ફેલાયેલ અસહ્ય ગંદકીથી સ્થાનિક લોકો તેમજ સારવાર અર્થે આવતા દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રની પાસે જ પાણીનો સંપ આવેલો છે.  આ સંપ દ્વારા અલીપુરા વિસ્તારમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. તેવામાં ગંદકીને કારણે પાસેના સંપમાં પણ પાણી દૂષિત થવાની ભીતિ લોકો સેવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે ફેલાયેલી ગંદકીને દૂર કરે તે ખુબ જ જરૂરી બન્યું છે.

Share This Article