બોડેલી એસ.ટી ડેપોમાં ઉભરાઈ ગટર

admin
1 Min Read

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવીન એસટી ડેપોમાં ગટર ઉભરાતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  મળતી વધુ માહિતી અનુસાર બોડેલી નવીન એસટી ડેપોમાં ગટર ઉભરાતા મુસાફરો તેમજ કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે લાખોના ખર્ચે બનાવેલા નવીન એસ.ટી.ડેપોમાં ગટર ઉભરાતા મુસાફરો તેમજ કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એસટી ડેપોમાં ગટરોની સાફ સફાઈ કરવામાં આવતી નથી. ગટરનું પાણી ડેપોમાં ભરાઈ રહેતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  મુસાફરોને ગટરના ગંદા પાણીના ખાબોચિયામાં થઈ ને પસાર થવું પડે છે. ગંદા પાણીના ખાબોચિયાને લઈને મચ્છરો તેમજ જીવજંતુઓનો ઉપદ્રવ ફેલાયો છે. ડેપોના અધિકારીઓ દ્વારા વહેલી તકે ગટરોની સાફ – સફાઈ કરાવે તે ખૂબ જરૂરી બન્યું છે. એમ પણ સમગ્ર ગુજરાતમાં હાલ રોગચાળો ફેલાયો છે. જેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને રોગચાળાને લઈને તંત્ર પણ સજ્જ દેખાઈ રહ્યું છે. તેમ છતાં છોટાઉદેપુરમાં આવેલ બોડેલીમાં એસ.ટી ડેપોમાં આમ ગટર ઉભરાતા અનેક મુસાફરોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

Share This Article