છોટાઉદેપુરમાં નકલી પોલીસનો વધ્યો ત્રાસ

admin
1 Min Read

છોટાઉદેપુર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં થતાં સીતાફળને વડોદરા સાઈડ છોટા હાથી ટેમ્પામાં ભરી વેચવા જતાં છોટાઉદેપુરના વેપારીઓને ડભોઇ વેગા નજીક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. આ ખાખી વરદીમાં પોલીસ જવાનો દ્વારા વાહન ચાલક પાસે વધુમાલ ભર્યો હોવાથી રોકડી થાય તે હેતુથી માંગણી કરતાં વાહન ચાલક અને વેપારીઓ દ્વારા રોકડ આપવાની ના પાડતા તે પોલીસ દ્વારા ટેમ્પામાં દારૂ છે કહી સીતાફળને રોડ ઉપર વેર વિખેર કરી દીધા હતા. આ બનાવને પગલે તેમણે કંઈ ન મળતા અને આસપાસના લોકો એકત્ર થાય તે પહેલા તે પોલીસ જવાનો ત્યાંથી નાસી છુટ્યા હતા. હવે આ પોલીસ જવાનો જ હતા કે પછી પોલીસ હોવાનું બનાવટ કરતા હતા તે તપાસનો વિષય છે. વેપારીઓને સમગ્ર બનાવમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ડભોઇથી બોડેલી રોડ ઉપર કેટલાક પોલીસ વરદીમાં પોતે પોલીસ હોવાનું કહી લોકો પાસે કટકી પડાવતા હોવાના બનાવની યોગ્ય પોલીસ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..

 

Share This Article