બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામનો બનાવ

admin
1 Min Read

રાજ્યમાં ચોરી અને લૂંટના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ફફડાટનો માહોલ ઉભો થયો છે. ઘરફોડ ચોરી અને દુકાનોમાં ચોરીના બનાવોમાં ખૂબ વધારો થયો છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં દુકાનનું શટલ તોડી કેટલાક શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી હિતી મુજબ, બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે તસ્કરોએ દુકાનનું શટલ તોડી હાથ ફેરો કર્યો હતો. રોયલ ટ્રેડર્સ નામની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી દુકાનનું શટલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરો દુકાનમાં રહેલ એલઈડી ટીવી, પંખા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.  આ ઘટના અંગે જ્યારે દુકાન માલિક સવારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે શટલ તુટેલું જોયુ હતું અને દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article