મહેસાણા-અલોડા ગામમાં સિમ તળાવ ને બારોબાર વેચી દેવાનો આક્ષેપ

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલ તળાવ બરોબાર વેચી મારવાનીફરિયાદ ઉઠવા પામી છે. સ્થાનિકો દ્વારા આ રાવ ઉઠવા પોમી છે, ત્યારે જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ રજૂ કરવામાં આવીછે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહેસાણા તાલુકા ના અલોડા ગામમાં સિમ તળાવ ને બારોબાર વેચી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Allegation of selling Sim Lake in Mehsana-Aloda village

ત્યારે આ મામલે કલેકટર સમક્ષ રેવન્યુ અધિનિયમ ની કલમ 203મુજબ કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કલમ 203 મુજબ અપીલ દાખલ કરવામાં આવી છે. ગામની તળાવની જમીન મોટા ભુ માળિયા દ્વારા ખોટા કાગળ બનાવી તેમના નામે કરી લેવાઇ હોવાનો સ્થાનીકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Share This Article