બોટાદમાં આયુષ્યમાન ભારત સપ્તાહની ઉજવણી

admin
1 Min Read

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ પરિવારના લોકોને રૂ.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. ત્યારે આજે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્ય માન ભારત સપ્તાહ ઉજવણી સમારોહનું આયોજન નગરપાલિકા ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા, ડી.ડી.ઓ લલિતનારાયણસિંઘ સાદું, પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી.માણિયાં, જિલ્લા પચાયત ના કારોબારી ચેરમેન વાલજી ભાઈ જાદવ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત બોટાદ જિલામાં આયુષ્યમાન ભારત યોજના અતર્ગત કાર્ડની અંદર જે લોકોએ સારી કામગીરી કરી હોય તેવા કર્મચારીઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમા બોટાદ જિલાના આશા વર્કર બહેનો મોટી સખ્યામાં હાજર રહી હતી.

Share This Article