The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
It was the turn of the farmers of Puthwipura village of Idar in Sabarkantha district to cry
The Squirrel > Blog > ગુજરાત > સાબરકાંઠા > સાબરકાંઠા જિલ્લાના ઈડરના પુથ્વીપુરા ગામના ખેડૂતોને રડવાનો વારો આવ્યો
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઈડરના પુથ્વીપુરા ગામના ખેડૂતોને રડવાનો વારો આવ્યો

Subham Bhatt
Last updated: 06/06/2022 5:10 PM
Subham Bhatt
Share
SHARE

સાબરકાંઠા જિલ્લાના નકલી તેમજ ડુપ્લીકેટ બિયારણના પગલે જગતનો તાત વર્ષોથી અસંખ્ય પીડા ભોગવી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા ગામ સહિતના ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવે છે. સૂરજમુખીના વાવેતર કરી વિશેષ પ્રયત્નો દ્વારા કંઈક મેળવવાની લાયમાં સમગ્ર સિઝન ફેલ થઈ છે. તેમજ ખેડૂતોને કરોડોનું નુકસાન સર્જાતા હવે ઊભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબૂર બન્યા છે.સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા વિસ્તારમાં 425 એકરથી વધારે જમીન ઉપર લહેરાતો આ સૂરજમુખીનો પાક ડુપ્લીકેટ બિયારણના પગલે હવે ખેડૂતો ઉભા પાકમાં રોટોવેટર લગાવી નાશ કરી રહ્યા છે. તો કેટલાક ખેતરોમાં સૂરજમુખીના પાકને સળગાવી રહ્યા છે. જોકે સૂરજમુખીની ખેતી માટે 90 દિવસનો સમય ગાળો હોય છે તેમજ એકર દીઠ ખેડૂતોને 50 મણથી લઇ 60 મણ સુધીની ઉપજ મળતી હોય છે, જેના પગલે આ વખતે ઇડર તાલુકાના પૃથ્વીપુરા સહિતના ચારથી પાંચ ગામડાઓમાં સવા ચારસો એકરથી વધારે જમીન ઉપર સૂરજમુખીનો પાક વાવવામાં આવ્યો હતો.તેમજ રાજકોટની એગ્રી બી નામની કંપની દ્વારા 360 જેટલી બેગનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતના તબક્કામાં સન ફ્લાવરની ખેતી અંતર્ગત ઉઘાડ શક્તિ જોતા ખેડૂતો હરખાયા હતા. જોકે નકલી તેમજ ડુપ્લીકેટ સહિત ભેળસેળયુક્ત બીજની સંપૂર્ણ પાકવાના 45 દિવસ બાદ થતી હોવાના પગલે શરૂઆતની આ ખુશી ખેડૂત જગત માટે ટૂંક સમયમાં જ અલિપ્ત બની રહી. 45 દિવસ બાદ ફ્લાવરિંગના સમયે જ મોટા ભાગે સૂરજમુખીના પ્રત્યેક છોડ દીઠ એક જ મોટું ફુલ આવતું હોય છે તેમ જ એક જ છોડ દીઠ 500 ગ્રામથી વધારેનું ઉત્પાદન મળતું હોય છે.

It was the turn of the farmers of Puthwipura village of Idar in Sabarkantha district to cry

જો કે રાજકોટની એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલું બિયારણ ભેળસેળયુક્ત હોવાના પગલે 80 ટકાથી વધારે પાકમાં 10 ફૂલથી 25 ફુલ આવતા મોટા ભાગનો સૂરજમુખીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હાલમાં ખેડૂતો આ મામલે મોટાભાગના ખેતરોમાંથી પોતાના છોડ ઉપાડી રહ્યા છે. તો કેટલાક ખેડૂતો પાકમાં ટ્રેક્ટર ફેરવી સંતોષ માની રહ્યા છે. જોકે ખેડૂતોનો રોષ હાલ સાતમા આસમાને છે. સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની સાથે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો આંદોલનના માર્ગે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છેસામાન્ય રીતે જગતના તાત માટે કોઈપણ ખેતી કરતા મજૂરી અને દવા, બિયારણ, ખાતરનો ખર્ચ સવિશેષ રસ્તો હોય છે. જોકે જેનું બીજ બગડે તેનું વર્ષ બગડે એ કહેવત અનુસાર ડુપ્લીકેટ તેમજ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત બિયારણને પગલે હાલ સવા ચારસો એકરથી વધારેની જમીન ઉપર દેખાઇ રહેલો આ પાક સંપૂર્ણ નિષ્ફળ બન્યો છે. જેના પગલે હવે ખેડૂતોને સંપૂર્ણ પાક જમીનમાં દાટવામાં તેમજ સળગાવી દેવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. ત્યારે એક તરફ દિનપ્રતિદિન ખેડૂત દેવાના ડુંગર હેઠળ દબાઈ જાય છે તેમજ દવા ખાતર અને મજૂરીના વધતા ખર્ચને પહોંચી વળવા માટે સહકારી મંડળીઓ સહિત રાષ્ટ્રીયકૃત બેંકોની લોનો હેઠળ પીડાઈ રહ્યો છે.ત્યારે જગતનો તાત પરસેવાના પાણીથી નહાતો હોય છે. જોકે અકલ્પ્ય મંજૂરી બાદ પણ ખેડૂતોની આ મજૂરી માથે પડે ત્યારે કેટલાય ખેડૂતો નાસીપાસ થાય છે. જોકે હાલના તબક્કે બિયારણ આપનાર કંપની સહિત વહિવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે. ખેતીવાડી વિભાગને મળેલ ફરિયાદને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખેડૂતોએ કરેલ માંગણીને લઈને વિભાગમાં જાણ કરી છે અને તેની ટીમ અગામી દિવસોમાં આવશે અને ટીમ ગામમાં જઈને અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે. ખેડૂતોના થયેલા નુકશાન અને વળતરને લઈને ખેતીવાડી વિભાગે અગામી દિવસોમાં કૃષિ સંસોધન કેન્દ્રની ટીમ સાથે અભ્યાસ કરવાની વાત કરી છે. ત્યારે હવે જોવું રહ્યું અભ્યાસ બાદ ખેડૂતોને વળતર મળશે?

- Advertisement -

You Might Also Like

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

વરસાદ ન થતા વરસાદ ની રાહ જોતા ખેડુતો ની હાલત હાલ તો થઈ છે કફોડી બની

પ્રાંતિજ ના પરિવારે પોતાની લાડકી દિકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

TAGGED:farmersPuthwipurasabarkantha
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

A meeting of the peace committee was held at Eder College of the District Police Chief before the Rathyatra at Eder.
સાબરકાંઠા

ઈડર ખાતે રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ

1 Min Read
Prohibition of heavy vehicles other than two wheelers in Vijayanagar Polo forest of Sabarkantha district
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ

1 Min Read
Purna Sakhi-Sahaskhi Sammelan held under Purna Yojana at Medical College Himmatnagar
સાબરકાંઠા

મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી – સહસખી સંમેલન યોજાયું

2 Min Read
A three-day school entrance ceremony will be held in Sabarkantha district
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

2 Min Read
Sabarkantha: Swarnas pelted stones at Dalit's horse, then village boycotted
સાબરકાંઠા

સાબરકાંઠા : દલિતના વરઘોડા પર સવર્ણોનો પથ્થરમારો, પછી ગામે બહિષ્કાર કરી દીધો

1 Min Read
Sabarkantha District Soldier Welfare Committee meeting was held
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ

1 Min Read
Golden Jubilee celebrated by Modi Samaj living in Prantij
સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્રારા સમાજ ના મંડળ ને ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ની ઉજવણી કરવામા આવી

2 Min Read
Celebration of 9th Birthday of New Bakarpur Primary School at Bakarpur
સાબરકાંઠા

બાકરપુર ખાતે આવેલ નવા બાકરપુર પ્રાથમિક શાળાના ૫૬ મા જન્મ દિવસ ની ઉજવણી

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel