જૂનાગઢ : માંગરોળ આલીદર ગામના બિમાર બાળક માટે ફંડ એકત્રિત કરવામા આવ્યું

admin
1 Min Read

સૌરાષ્ટ્રની ભુમી એટલે દાન ધર્મ અને દયા ની ભુમી, અહીં ના લોકો બીજા ના સુખ મા સુખી અને બીજા ના દુખ મા દુખી રહેતા હોય છે ત્યારે આજ રોજ જુનાગઢ જીલ્લાના માંગરોળમા કેશોદ ચોકડી બાયપાસ પાસે માંગરોળના સેવાભાવી લોકો દ્વારા કોડીનારના આલીધરા ગામના અશોકભાઈ વાઢેર ના માસુમ બાળક વિવાનને SMA નામની ગંભીર બિમારી છે…

જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડ નો ખર્ચ થાય તેમ છે અને તેમના પરીવારની પરિસ્થિતિ પણ સારી નથી ત્યારે આ માસુમ બાળકની સારવા મા મદદ રૂપ થવા માટે માંગરો ના સેવાભાવી લોકોના પ્રયાસથી અનેક યુવાનો દ્વારા દિવસ ભર રસ્તા ઉપર ઉભા રહી તમામ વાહન ચાલકો રાહદારીઓને ફંડ આપી મદદ કરવા અપીલ કરવા મા આવી હતી.

Share This Article