પાટણ-ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો

Subham Bhatt
1 Min Read

શ્રી ઔદીચ્ય પ્રગતિ મંડળ પાટણ આયોજિત પાટણ સહિત ગ્રામ્ય પાટણ તળના ઔદિચ્ય બ્રાહ્મણજ્ઞાતિજનો માટે નો ૧૪ મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ આજરોજ શહેરના બાલાજી પાર્ટી પ્લોટ ખાતેઆયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં ૧૭ બટુકોએ શાસ્ત્રોક મંત્રોચ્ચાર વચ્ચે સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કારગ્રહણ કર્યા હતા.૧૪માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવમાં પાટણના જાણીતા શાસ્ત્રી શ્રી શૈલેષભાઈત્રિવેદી દ્વારા ગણેશ સ્થાપના,મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ,ઉપનયન સંસ્કાર વિધિ, બટુક યાત્રા સહિતની શાસ્ત્રોકત મંત્રોચાર સાથે વિધિ કરાવવામાં આવી હતી.

Mass Yajnopavit Sanskar held for Patan-Audhichya Brahmin castes

પાટણ ખાતે આયોજિત કરાયેલ શ્રી ઔદીચ્યપ્રગતિ મંડળ પાટણના ૧૪ માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવને સફળ બનાવવા પ્રમુખ શૈલેષભાઈજાની, ઉપપ્રમુખ ભારતીબેન ત્રિવેદી, મહામંત્રી શરદભાઈ આચાયૅ, ખજાનચી દક્ષેશભાઈ પાધ્યાય,સહમંત્રી ચંદ્રવદનભાઈ ત્રિવેદી, નયનભાઈ આચાર્ય, બ્રહ્મોદય સંપાદક હાર્દિકભાઈ રાવલ, યજ્ઞોપવિતસમિતિના ડો.પરિમલ જાની, હિતેષભાઇ આચાર્ય, જયેશભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ આચાર્ય, સુભાષભાઈત્રિવેદી, ભૂપેન્દ્રભાઇ રાવલ, કિરીટભાઈ ત્રિવેદી સહિતના કારોબારી સભ્યો અને ટ્રસ્ટી મંડળએ જહેમત ઉઠાવી હતી.

Share This Article