સાબરકાંઠામાં ચાલુ બસે મહિલા કંડકટરને ચક્કર આવતા બસ થોભાવી દેવાઈ હતી. ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારેઆજે સવારે હિંમતનગર થી રાણીપ જતી બસમાં ફરજ બજાવતા મહિલા કંડકટર ને ચક્કર આવવાં બસ સલાલ થોભાવી દીધી હતી અને સારવાર માટે ખસેડાયા હતા
ગરમી ને કારણે ચક્કર આવવા નું અનુમાન છે બસ મુસાફરો પણ મહિલા કંડકટરને મદદરૂપ બન્યા હતા અન્ય કંડકટર ની જોગવાઈ કરવામાં આવી હતી ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમની તબિયતમાં સુધારો હતો