ભરુચ
ભરુચ-અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો.
Published
6 days agoon

ભરુચના અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બાળકો જ કાલનું ભવિષ્ય છે એથી બાળકોને બાળપણમાં જ ઉચ્ચ વિચાર સારા સંસ્કાર સારી કેળવણી આપવામાં આવે તો બાળક મોટું થઈ યોગ્ય વર્તન કરે અને બાળપણમાં તેને આધ્યાત્મિક બનાવવા તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
હાલ ગુજરાત સરકાર દ્વારા બાળકોને પોષણયુક્ત રાખવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા પણ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે તારીખ ૭ અને ૮ મે ના રોજ સવારે નવથી સાંજે પાંચ સુધી નાના બાળકો માટે એક સમર કેમ્પ યોજાયો હતો.
તેમાં બાળકો માટે અનેક વિવિધ ગેમો ખોખો સંગીત ખુરશી આત્મીય પાવર સહીદ ગેમો નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ બારકોઓએ બે દિવસ દરમિયાન રખાય સમરકેમ્પ માં ભાગ લીધો હતો જેમાં સેન્ટર ના ઇન્ચાર્જ અનિલાદિદિ એ બારક કે કેવા સંસ્કાર પ્રાપ્ત કરવા અને તેઓ આધ્યાત્મિક કેવી રીતે બનાય તથા સંસ્કાર પરિવર્તન થી સભાવ પરિવર્તન થાય તેઓ પણ તેઓએ બાળકોને સાથે રાખી બે દિવસ દરમિયાન આનંદ મેળવ્યો હતો આને આવનાર દિવસોમાં બાળકો માટે આવા વિવિધ કાર્યક્રમો યોજાયા છે તેઓ પણ તેઓએ જણાવ્યું હતું.વેકેશન દરમિયાન બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
You may like
-
ભરૂચ- ઝઘડીયાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી
-
ભરુચ- નબીપુરના દાનવીર અને નબીપુર હોસ્પિટલના ટ્રસ્ટીઓનું સન્માન કરાયું
-
ભરુચ- દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ
-
ભરૂચ- જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું
-
ભરૂચ- રાજપારડી પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
-
ભરુચ- નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ
ભરુચ
ભરૂચ- ઝઘડીયાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી
Published
13 hours agoon
18/05/2022
ભરૂચ ઝઘડીયાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જીએમડીસીને ૫૯ વર્ષપુર્ણ થતાં રાજપારડી કડીપાણી તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટસનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો. ભરુચ જીલ્લાના ઝઘડીયાતાલુકાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીએમડીસીની સ્થાપનાના ૫૯વર્ષ પુર્ણ થતાં તા.૧૫ મી મેના રોજ રાજપારડી કડીપાણી તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટસનો સંયુક્ત કાર્યક્રમ રાજપારડીજીએમડીસી મેદાન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જીએમડીસી રાજપારડીના જનરલ મેનેજર એસ.ડી.જાગાણી તેમજ એ.ડી.ચૌહાણ, પી.વી. ગઢવી, મિતેશ ઉમરીયા,આકાશભાઇ સહિત અન્ય પ્રોજેક્ટસના અધિકારીઓ, રાજપારડી પીએસઆઇજી.આઇ.રાઠોડ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.વી.ગઢવીએ સ્વાગત પ્રવચન દ્વારા સહુને આવકાર્યા હતા. મિતેશ ઉમરીયા તેમજ એં.ડી.ચૌહાણે અત્રે પધારેલ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
જીએમડીસી રાજપારડીનાઅધિકારી એસ.ડી.જાગાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જીએમડીસીની ઉત્તરોત્તર પ્રગતિની જાણકારી આપી હતી. ૧૯૬૩ નાવર્ષથી સુરેન્દ્રનગર જીલ્લામાં એક નાના સિલિકા પ્લાન્ટથી શરુ થયેલ જીએમડીસીએ તેની સ્થાપનાના ૫૯ વર્ષો દરમિયાન ખુબમોટી પ્રગતિ કરી છે. જીએમડીસી એ ૨૦૨૧ અંતર્ગત રુ.૭૩૬ કરોડ નફો કર્યો છે, અને જીએમડીસી દ્વારા રુ.બે હજાર કરોડનફો કરવાનું લક્ષ્ય હોવાની વાત આ પ્રસંગે કરવામાં આવી હતી. જીએમડીસીએ લિગ્નાઇટના વેચાણમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યુછે. આગામી વર્ષો દરમિયાન ૬ જેટલા નવા પ્લાન્ટસ પણ શરુ કરવામાં આવનાર છે. જીએમડીસી દ્વારા સોલર પ્રોજેક્ટ પણકાર્યરત કરાયો છે. જીએમડીસીની ૫૯ વર્ષની સફળ સફર વિષે બોલતા એસ.ડી.જાગાણીએ આ પ્રસંગે જીએમડીસીની ઉત્તરોત્તરપ્રગતિમાં સહભાગી બનનાર સહુનો આભાર માન્યો હતો. આયોજિત સમારોહમાં યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમનો આમંત્રિતોએ લાભ લીધો હતો…
ભરુચ
ભરુચ- નબીપુરના દાનવીર અને નબીપુર હોસ્પિટલના ટ્રસ્ટીઓનું સન્માન કરાયું
Published
13 hours agoon
18/05/2022
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ગતરોજ નબીપુર ગામના એક NRI દ્વારરાનિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના પાટવી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારાદાનવીર NRI દરબરભાઈ વાદીવાળા, હોસ્પિટલ પ્રમુખ અને ટ્રસ્ટીઓ હાફેજ મહમદ ડેમાં, અહમદભાઈ લાંબા અને હોસ્પિટલઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજી નું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. સાથોસાથ નબીપુરના પત્રકાર સલીમભાઈ કડુજીનું પણ પોતાની પત્રકાર ક્ષેત્રે સક્રિય રહેવા બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે પાટવી ગુજરાતનાતંત્રી રાજ યુસુફભાઈ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા જેમાં રિપોર્ટર મહેશભાઈ પઢીયાર, કેમેરામેન ઇકરામ ખલીફા અને
માહિર રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે તંત્રી રાજ યુસુફભાઈએ દાનવીર દરબાર ભાઈને ભવિષ્યમાં જિલ્લામાં સમૂહલગ્નો અને આવા બીજા કેમ્પો માં પોતાનો સહયોગ મળે તેવી અપેક્ષા સેવી હતી. હોસ્પિટલના પ્રમુખે આ સન્માન કરવા બદલપાટવી ગુજરાત ન્યુઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ હોસ્પિટલ દ્વારા આવા નિશુલ્ક નિદાન શિબિરોનું આયોજન થતું રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો…
ભરુચ
ભરુચ- દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ
Published
13 hours agoon
18/05/2022
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવીછે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની હતી. દહેજની ભારત રસાયણ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહીહતી ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચેઆસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતાજિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો. વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોનીગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળઉપર દોડી આવ્યું હતું. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી.
જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસીઆવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ
બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂરસુધી દેખાતો હતો. હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાની થઇ તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટસમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયોહોવાની વિગતો સપાટી ઉપર આવી છે, જોકે ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.તંત્રની પ્રાથમિકતા દાઝેલા અને ઇજાગ્રસ્તોને હેમખેમ કાઢી સારવાર અપાવવી તેમજ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગેલા જોવા મળ્યા હતા.

મહેસાણા- હાર્દિક પટેલના રાજીનામાં મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું

મહેસાણા- મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો

પાટણ- વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

પાટણ- પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકને લઈ આપી પ્રતિક્રિયા

જામનગર- જામનગર આઈ.ટી.આઈ.ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ શરૂ કરાયો

બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

પંચમહાલ- હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

પંચમહાલ- હાલોલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે રૂદ્રયજ્ઞનું આયોજન

અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત

ગૂગલ પોલિસી: હવે વપરાસ કરતાં પોતાની ખાનગી માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાથી કાઢવાની રિકવેસ્ટ કરી શકશે

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ

ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ

રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

ગરમીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા ચેતજો નહીતર આવી શકે છે આ ગંભીર બીમારીઓ
પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ

સુરતમાં ગણેશોત્સવમાં પીવાયો દારુ

ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની ઘટના

સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગોટાળો

પેરીસમાં મોદીનું ભારતીય સમુદાયનું સંબોધન

ગુજરાતની 2000 રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમ્યો

કેન્દ્રિય ખેલમંત્રી કિરણ રિજિજુએ વિચિત્ર વીડિયો કર્યો શૅર

વરસાદી માહોલમાં ડાંગનું સૌંદર્ય ખીલ્યું

ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી
Trending
-
અમરેલી2 weeks ago
અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત
-
વર્લ્ડ3 weeks ago
ગૂગલ પોલિસી: હવે વપરાસ કરતાં પોતાની ખાનગી માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાથી કાઢવાની રિકવેસ્ટ કરી શકશે
-
જામનગર2 weeks ago
જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ
-
ભરુચ2 weeks ago
ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ
-
રાજકોટ3 weeks ago
રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો
-
ઇન્ડિયા3 weeks ago
ગરમીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા ચેતજો નહીતર આવી શકે છે આ ગંભીર બીમારીઓ
-
પંચમહાલ3 weeks ago
પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો
-
અમરેલી1 week ago
અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ