કેન્સરગ્રસ્ત પતિની સાથે એક જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્નીની શિક્ષણ વિભાગે બીજે બદલી કરી

Subham Bhatt
1 Min Read

પાટણ જિલ્લાના શિક્ષક દંપતીને બદલીના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ન્યાય મળ્યો છે.કોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગે બદલી રદ કરી મૂળ સ્થાન પર પરત મુકવા શિક્ષણ વિભાગે હુકમ કર્યો છે. આ કિસ્સામાં અરજદાર શિક્ષિકા પાટણ જિલ્લાની ખારાધરવા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની સાથે તેમના પતિ પણ એજ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. જોકે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી હતી, તેની વચ્ચે શિક્ષિકાની ટ્રાન્સફર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જેને લઇને શિક્ષિકાએ હાઇકોર્ટ સમક્ષ તેમની બદલીના હુકમને પડકાર્યો હતો.

The wife, who works as a teacher in the same school with her cancer-stricken husband, was replaced by another

અરજદાર શિક્ષિકાના વકીલ સુધાંશુ ઝા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જેથી નિયમ મુજબ તેમની ટ્રાન્સફર ન થઈ શકે પતિને કેન્સરની બીમારી હોવાથી તેમની સારસંભાળ રાખવા માટે સાથે રહેવું જરૂરી હતું. જોકે તેમ છતાં તેમની બદલી કરવામાં આવી હતી. અરજદાર શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગે કરેલ બદલીના આદેશને હાઇકોર્ટમાં પડકારતા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2021માં શિક્ષિકાની તરફેણમાં હુકમ કરતા બદલી રદ કરી હતી. શિક્ષણ વિભાગે શિક્ષિકાના પતિના તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહીને તપાસ કરાવી હતી. જેમાં તેમના પતિને કેન્સર હોવાનું ફલિત થયું હતું.

Share This Article