બોટાદમાં ચુંટણી કાર્ડ વેરિફિકેશન કેમ્પનું કરાયું આયોજન

admin
1 Min Read

રાજ્યના ચુંટણી આયોગ વિભાગ દ્વારા ૧ /૯/ ૧૯ થી ૧૫/૧૦/૧૯ સુધી ચુંટણી વેરિફિકેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. ત્યારે આજે બોટાદ જીલ્લા વહીવટ તત્રના સહયોગથી શહેરના ઘાંચી સમાજના હોલ ખાતે ચુંટણી વેરિફિકેશન મુસ્લિમ સમાજના લોકો માટે રાખવામાં આવ્યું હતું. ત્યારે ચુંટણી કાર્ડ વેરિફિકેશન માટે સવારથી જ ઘાંચી સમાજના હોલમાં મુસ્લિમ સમાજના લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યાં હોલની અંદર અલગ અલગ ટેબલો મારફતે કેમ્પમાં આવેલા લોકોના ચુંટણી કાર્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ સમાજના લોકોમાં પણ જાગૃતિ જોવા મળી હતી. કારણ કે ચુંટણી કાર્ડ વેરિફિકેશન માટે તેઓ લાઈનમાં જોવા મળ્યા હતા. તેમજ જીલ્લા વહીવટી તત્રના સહયોગથી એક જ જગ્યા પર લોકોને સુવિધા મળે તેવું આયોજન કરવામાં આવતા લોકોમાં પણ આનદ જોવા મળ્યો હતો અને બપોર સુધીમાં ચારથી પાચ હજાર લોકો ચુંટણી કાર્ડ વેરિફિકેશન માટે આવી પોહ્ચ્યા હતા. તો આયોજકોના હિસાબે એક જ દિવસમાં ૭ હજાર થી વધારે લોકો આવશે તેવું અનુમાન માન્યું છે.

Share This Article