બરવાળા નગર સેવા સદનના સફાઇકર્મી હડતાળ પર

admin
1 Min Read

બોટાદની બરવાળા નગરપાલિકાના સફાઇકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જેમાં નગરપાલિકાના 40 સફાઇ કર્મીઓ પડતર માગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ કાયમી કરવા, પગાર વધારો સહિતની માગણીને લઇને કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક શહેરોમાં સફાઈ કર્મચારીઓ વિરોધ નોંધાવતા જોવા મળે છે. વિવિધ પડતર પ્રશ્નોને લઇ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. તમને જણાવી દઈએ કે PM મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના શબ્દો અને કાર્યોના માધ્યમથી લોકો વચ્ચે સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવામાં મદદ કરી. તેમણે વારાણસીમાં પણ સફાઈ અભિયાન ચલાવ્યું. તેમણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વારાણસીના અસ્સીઘાટમાં ગંગા નદી પાસે પાવડો ચલાવ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ આપનારા સ્થાનિક લોકોનો એક મોટો સમૂહ તેમની સાથે જોડાયો હતો. સાફ સફાઈના મહત્ત્વને સમજતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાથો સાથ ઘરોમાં યોગ્ય શૌચાલયોના અભાવે ભારતીય પરિવારોને ભોગવવી પડતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વિશે પણ નિરાકરણ લાવવાની તાકીદ હાથ ધરી હતી.

 

Share This Article