Food News: ઉનાળામાં શરીરમાં ઠંડક જાળવી રાખશે મેંગો લસ્સી, જાણો તેને બનાવવાની રીત

admin
1 Min Read

Food News: ઉનાળામાં કેરી ખાવાનો અને લસ્સી પીવાનો ભારે ક્રેઝ જોવા મળે છે. પણ તમે આ બંનેના કોમ્બિનેશનનો આનંદ ઉનાળામાં માણી શકો છો.

2 વ્યક્તિ માટે મેંગો લસ્સી બનાવવા લગભગ 10 મિનિટનો સમય લાગશે. મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી – 1 કપ કાપેલી કેરી (લગભગ 1 મધ્યમ આકારની પાકેલી કેરી), 1 કપ દહીં, 1/4 કપ પાણી અથવા દૂધ, 1 ચપટી એલચીનો પાઉડર, 1/2 ટેબલસ્પૂન ખાંડ, 1

Mango Lassi will keep the body cool in summer, know how to make it

ટેબલસ્પૂન કાપેલા સૂકા મેવા

સ્ટેપ 1 – એક પાકેલી કેરીના નાના ટુકડાઓ કાપો. એક બ્લેન્ડરમાં આ કાપેલી કેરી સાથે દહીં અને 1/4 કપ પાણી નાંખો.

સ્ટેપ 2- તે મુલાયમ અને ક્રીમી થાય ત્યાં સુધી આ મિશ્રણને પીસો. તેમાં એલચી પાઉડર અને ખાંડ નાંખો. લસ્સી ઘટ્ટ થઈ કે નહીં તે તપાસી જેમાં જરુરી પાણી નાંખો.

સ્ટેપ 3 – લગભગ 1 મિનિટ સુધી આ મિશ્રણને પીસી લો. તેને સર્વિંગ ગ્લાસમાં કાઢો અને કાપેલા સૂકા મેવાથી મેંગો લસ્સીના ગ્લાસને સજાવો.

The post Food News: ઉનાળામાં શરીરમાં ઠંડક જાળવી રાખશે મેંગો લસ્સી, જાણો તેને બનાવવાની રીત appeared first on The Squirrel.

Share This Article