સુરેન્દ્રનગર – પાક વીમા મુદ્દે ખેડૂતોએ કરી ફરિયાદ

admin
1 Min Read

ઝાલાવાડમાં અતિવૃષ્ટિને કારણે નુકશાનીનું વિમા કંપનીએ વીમો નહીં ચુકવાતા ઇન્શ્યોરન્સ કંપની સામે એક બેન્ક સામે ગુનો દાખલ કરવા ખેડૂતોએ પોલીસમાં અરજી કરતા ખળભળાટ મચેલ છે. પાક વીમાના વળતરના નામે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે હવે ખેડૂતો મેદાને પડ્યા છે. સહદેવ ઝાલા નામના ખેડૂતે વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગરના લીબડી તાલુકાના બળોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયુ છે કે વીમા પ્રીમિયમ ભરવા છત્તા પાક વીમાનું ચુકવણુ થયુ નથી. વીમા પ્રિમીયમ પેટે ખેડૂતોએ ત્રણ વર્ષના 72,241 રૂપિયા ભર્યા છે, 2016થી પ્રિમિયમ ભર્યા હોવા છત્તા પણ વળતર મળ્યું નથી. વીમા કંપની, કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટી રકમ ચાંઉ કરી ગઈ હોવાનો આરોપ એફઆઈઆરમાં કરાયો છે. ખેડૂતે યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ, પંજાબ નેશનલ બેન્ક અને ગુજરાત રાજ્યના ખેતી નિયામક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

Share This Article