સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે એક ખેડૂત દ્રારા પોતાના ખેતરમા તાઇવાનની ડુંગરીનુ બે પાળીયા વાવીને અખતરો કરવામા આવ્યો

admin
1 Min Read

: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક ખેડૂત દ્રારા પોતાના ખેતરમા તાઇવાન ની ડુંગરી નુ બે પાળીયા વાવીને અખતરો કરવામા આવ્યો અને અન્ય ખેડૂતોને પણ તાનેવાઇ ડુંગરી વાવવા માટે અનુરોધ કર્યો છે. મળતી વિગત અનુસાર પ્રાંતિજ સહિત તાલુકો શાકભાજીનો હબ છે અને મોટા ભાગે પ્રાંતિજ સહિત તાલુકામા ફ્લાવર કોબીજનુ વાવેતર પુષ્કળ પ્રમાણમા થાય છે.  ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફ્લાવરના ભાવ ન મળતા ફ્લાવર પકવતા ખેડુતો નાસીપાસ થયા છે અને અન્ય ખેતી તરફ વળ્યા છે.  ફ્લાવરની સાથે વિવિધ ખેડુતો દ્વારા પોતાના ખેતરોમા વિવિધ શાકભાજી વાવવામા આવી રહી છે.

 

પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમા રહેતા પટેલ કાળીદાસ હરગોવનદાસ પટેલ દ્વારા વર્ષોથી પોતાના ખેતરોમા ફ્લાવરની ખેતી કરે છે પણ ફ્લાવરના ભાવો વધઘટ થતા તેવો એ પોતાના ખેતરમા બે પાળીયા તાઇવાન ડુંગરીનુ વાવેતર કરી માત્ર અખતરો કરવામા આવ્યો છે.  તો તાઇવાન ડુંગરી નુ બિયારણ બજારમાંથી ૧૦૦ ગ્રામ લાવ્યા હતા અને તેવો ભાવ-૧૫૦૦ રૂપિયા લેખે પડ્યુ હતુ.  અને ખેતરમા બે પાળિયા જેટલી ડુંગરીની ખેતી કરવામા આવી છે.  ત્યારે હાલ રેગ્યુલર ડુંગરીના ભાવ કરતા આ તાઇવાન ડુંગરી અલગ પ્રકારની હોય અને વજન મા એક ડુંગરી ૪૦૦ ગ્રામ થી ૫૦૦ ગ્રામ વચ્ચે થાય છે અને વજન ની સાથે બજાર મા ૪૦૦ થી ૪૫૦ સુધીનો ભાવ મળી રહે છે.

Share This Article