ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ મુજબ પો૨બંદ૨થી સાબ૨મતી આશ્રમ સુધીની ગાંધી યાત્રાના ૨થ સુ૨ેન્નગ૨ જિલ્લામાં પ્રવેશ ક૨શે તે અંગે પોલીસ બંદોબસ્ત ફાળવવા સુ૨ેન્નગ૨ કોંગ્રેસ પ્રમુખે એસ.પી.ને ૨જુઆત કરી હતી. જે ચોટીલામા આજે પોરબંદરથી સાબરમતી સુધીની ક્રોંગ્રસ દ્વારા બાઇકરેલી પહોચી આવી હતી. ૧૫૦મી ગાંધીજીની જન્મજયંતિને લઇને ગાંધીજીના વિચારધારાનો પ્રચાર લોકો સુધી પહોચે તે હેતુથી બાઇકરેલી નીકાળવામાં આવી છે. ચોટીલામા બાઇકરેલીનુ સ્વાગત ધારાસભ્ય રૂતવીક મકવાણા સોમાભાઇ બાવળીયા તેમજ જીલ્લાપ્રમુખ કલ્પનાબેન ધોરીયા અને ચોટીલા શહેર પ્રમુખ અજયસાંબડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેવાના હતા પણ વિધાનસભાની સેન્સ પ્રકિયા હોવાના કારણે હાજર નહી રહી શકયા. તેમની જગ્યા બાલુભાઇ પટેલ પ્રદેશ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. 200 જેટલા બાઇકો અને ૫૦૦થી વધુ કાર્યકરો આ રેલીમા જોડાયા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -