સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકામાં ભારે વરસાદ

admin
1 Min Read

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ણ છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મુળી તાલુકામાં પડેલ વરસાદને પગલે નાયકા ડેમ ઓવરફલો થયો હતો જેનું પાણી ધોળીધજા ડેમમાં આવતાં શહેરને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ પણ સતત ત્રીજી વખત ઓવરફલો થયો હતો અને નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા હતાં. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં એક સાથે બે સીસ્ટમ સક્રિય થતાં ચાર-પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં મુળી તાલુકામાં પડેલ ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નાયકા ડેમ ઓવરફલો થયો હતો જેનું પાણી ધોળીધજા ડેમમાં આવતાં ધોળીધજા ડેમ પણ ઓવરફલો થયો હતો. તેમંજ વઢવાણ તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે ખેરાળી ગામનુ તળાવ ઓવરફ્લો થયું. પાંચ વર્ષમાં પ્રથમ વખત તળાવ ઓવરફ્લો થતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભારે વરસાદ પડતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Share This Article