થાનગઢનાં સિરામીક કારખાનાઓમાં પાણી ભરાયા

admin
1 Min Read

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાનગઢ પંથકમાં લાંબા વિરામ બાદ બે દિવસથી મેઘમહેર થઇ રહી છે. ત્યારે આજે અસહાય ઉકળાટ વચ્ચે બપોર બાદ એકાએક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ઠેક ઠેકાણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે થાનગઢમાં સતત વરસતા વરસાદે તારાજી સર્જી હતી. અનેક સિરામીક કારખાનાઓમાં પાણી ભરાતાં લાખોનું નુકસાન થતું જાણવા મળ્યું છે. મળતી વધુ માહિતી અનુસાર સિરામીક હબ ગણાતા થાનગઢમાં વરસાદના કારણે અનેક સિરામીક કારખાનાઓમાં પાણી ઘુસતા લાખો રૂપિયાનુ નુકસાન થયું છે. ત્યારે નોટ બંધી GST ઇવેબિલ અને મંદીના કારણે સિરામીક ઉદ્યોગ મૂર્ત પાય બની ગયો છે. ત્યારે પડ્યા પર પાટું જેવા દ્રષ્ય સર્જાયા છે. દર વર્ષે કરોડો રૂપિયાનો G,S,T ટેક્સ સરકારમાં ભરવામાં આવે છે. આ બાબતે સરકારને ગંભીર નોંધ લઇને નુકસાન પામેલા કારખાનાઓને વળતર મળે તેવી કારખાનદારોમાં માંગ ઉઠવા પામી છે.

Share This Article