સુરેન્દ્રનગર : મુળી તાલુકાના રાણીપાટ ગામે ભેંસો તણાઈ

admin
1 Min Read

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થતાં રાણીપાટ ગામે નીચાણવાળા વિસ્તારોમાં ચરી રહેલ ભેંસો અચાનક તણાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી અને અંદાજે ૧૦ જેટલી ભેંસોના તણાઈ જવાથી મોત નીપજ્યાં હતાં. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળી તાલુકાના રાણીપાટ ગામ પાસે ડેમ નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં અંદાજે ૫૦ જેટલી ભેંસો ચારો ચરી રહી હતી તે દરમ્યાન પાણીનો પ્રવાહ વધતાં અંદાજે ૧૦ જેટલી ભેંસો પાણીમાં તણાવા લાગી હતી અને આ તમામ ભેંસોના તણાઈ જવાથી મોત નીપજ્યાં હતાં જ્યારે મોટી સંખ્યામાં ભેંસોના મોતથી પશુપાલકોમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુળી તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ, તળાવ સહિત નદી, નાળાઓ છલકાઈ ગયાં છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ચરી રહેલ ભેંસોના તણાઈ જવાથી મોત નીપજ્યાં હતાં.

Share This Article