ભોગાવો નદીના વહેણમાં ત્રણ યુવાનો ડૂબ્યા

admin
1 Min Read

લીંબડી તાલુકાના ચુડાના મોરવાડ અને નાની મોરવાડમાં પસાર થતી ભોગાવો નદીમાં ત્રણ યુવાનો ડૂબી જતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય યુવાનો માતાજીના નિવેધ હોવાથી ગામડે આવ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા નદીમાં નહાવા પડયા હતા અને ઊંડા પાણીમાં ગરક થયા હોવાની જાણ થતાં તરવૈયાઓ અને ફાયરની ટીમોએ તેની શોધખોળ હાથ ધરી છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી પસાર થતી ભોગાવો નદીમાં ત્રણ યુવાનો ડુબી જતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાજં સુધી કોઈ જ પત્તો લાગ્યો નહોતો. સમગ્ર જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે જિલ્લાના ડેમો, તળાવ સહિત ભોગાવો નદી બે કાંઠે વરહી રહી છે. ત્યારે ચુડા તાલુકાના મોરવાડ અને નવી મોરવાડ ગામ વચ્ચેથી પસાર થતી ભોગાવો નદીમાં ત્રણ જેટલા યુવાનો નહાવા પડયા હતાં. ત્યારે અચાનક ત્રણેય યુવાનો નદીના પાણીમાં ડુબી જતા આસપાસના લોકોને જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમજ સ્થાનિક તંત્રઅને ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે પહોંચી ડુબેલ ત્રણેય યુવકોની શોધખોળ હાથધરી હતી આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

 

Share This Article