સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે બે જૂથ વચ્ચે અંગત અદાવતના કારણે અથડામણ થઇ હતી. 8 કરતા વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબુમાં મેળવી હતી. સાયલા ખાતે અગાઉ પણ એક વર્ષ પહેલા સલાયામાં અંગત અદાવતમાં આ જૂથ વચ્ચે પણ અગાઉ મારામારી થઇ હતી. જેમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ ફરી આ જ સ્થળે જૂની અદાવતમાં મારામારી થઇ હતી. જેમાં જૂથો સામસામે આવી ગયા હતા. હથિયારો અને લાકડીઓ વડે હુમલો થયો હતો. જૂથ અથડામણમાં આઠ કરતા વધારે લોકોને ઇજાઓ પહોંચી હતી. અંગત અદાવતમાં થયેલા જૂથ અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -