સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાણાગઢ ગમે અજાણ્યા શખ્સો દ્વારા એક મકાનમાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા થયેલા જૂથ અથડામણનું મનદુ:ખ રાખી આગ લગાડવામાં આવી હોય તેવી આશંકા કરવામાં આવી છે. આગણે કારણે ઘરમાં રહેલો માલ સમાન સહિત ઘર વખરી બળીને ખાખ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વર્ષોથી પરંપરાગત રીતે ગામમાં ભવાઈનું આખ્યાન ચાલતું હોય ત્યારે આ આખ્યાનમાં એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને જુથના લોકો સામસામે આવી ગયાં હતાં જેમાં સામસામે પથ્થરમારો કર્યો હોવાની ચર્ચાઓ પણ વહેતી થવાં લાગી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિત પાણશીણા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આગની બનાવ બનવાથી તંત્ર પર પણ સવાલો ઉભા થયા છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -