સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાઇ ગયો છે. ત્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, પાટડી અને લખતર પંથકના ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને જે ખેડૂતોને 50 ટકાથી ઓછું ઉત્પાદન આવે તેમ છે તેવા ખેડૂતોને તાત્કાલીક 25 ટકા વળતર ચૂકવવા માંગ કરી હતી. તેમજ વઢવાણ પંથકના ખેડૂતોના પાક નુકશાનીના ફોર્મ લેવા પ્રશ્ને ખેડૂતોએ સોમવારે મામલતદાર કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ અધિક કલેકટરની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે પાક નુકશાનની અરજીઓ છેલ્લા 8 દિવસથી સ્વીકારવામાં આવતી નથી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા સહિત આગેવાનો અધિક કલેકટર કચેરીમાં ખેડૂતો સાથે હાજર રહ્યા હતા. જ્યારે ગીરધરભાઈ વાઘેલા, રતનસિંહ ડોડીયા જેમાં મોટા ખેડૂત આગેવાનો પણ આ હોબાળામાં જોડાયા હતા. ખેડૂતોના ઉગ્ર સવાલોના જવાબ ન આપવા પડે તે મતે અધિક કલેકટર ત્યાંથી ભાગી ગયા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -