દેશમાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસેલા વરસાદે ખરીફ પાકોની ગુણવત્તા બગાડવાની સાથે શાકભાજી, કપાસ, મગફળી, તલ, મગ અને અડદના પાકના ઉત્પાદનના આંકને અસર પહોંચાડી છે. ઓક્ટોબર એ કાપણીની સિઝન છે પરંતુ હજુ પણ વરસાદ ચાલુ રહેતાં પાકને નુક્સાન થઈ રહ્યું છે. જેને પગલે રાજ્યમાં ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. આ વર્ષે મેઘરાજાની અતિ કૃપા દ્રષ્ટી જોવા મળી હતી અને સીઝન દરમિયાન એકલા ગુજરાતમાં જ 140 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. મેઘરાજા મનમૂકીને વરસ્યા ત્યારે આ વર્ષે રવી સિઝનને ફાયદો થવાની પૂરી સંભાવના હતી. પરંતુ ચોમાસાની વિદાયનો સમય થયો હોવા છતાં હજુ તે વરસી રહ્યો છે. જેને પગલે ગુજરાતમાં લીલો દુકાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ ધાગધ્રા લખતર સહિતના તાલુકાઓ માં મોટી સનખ્યાં માં ખેડૂતો પાક નુકસાન અરજીઓ માટે ઉમટ્યા.નુકસાનીની અરજીમાં બાકી રહેલા ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. આજ સવાર થી 10 તાલુકાઓ માં પાક વીમા નુકસાની ની અરજીઓ સ્વીકારવા નું સરૂ કરવા માં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા 2 દિવસ વધુ પાક વીમા નુકસાનીની અરજીઓ સ્વીકારવા આહવાન કરવામાં આવ્યું હતું.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -