લાયન્સ કલબ થાનગઢ દ્વારા વડીલ વંદના નામનો પ્રસંગ ઉજવાયો હતો . આ પ્રસંગ અંતર્ગત વાંકાનેરના વૃદ્ધાશ્રમના આશરે ૨૫ જેટલા વડીલ ભાઇઓ – બહેનોને લકઝરી ગાડીમાં તરણેતરનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.બાદમાં જયમનબેન સોમપુરાનો જન્મદિવસ હોવાથી સૌ વડીલો માટે અંબાવન ફાર્મમાં ગીતસંગીત અને ભાવતા ભોજનનું આયોજન રાખવામાં આવ્યું. તદઉપરાંત સૌ વડીલોને ઉપયોગી થાય તેવી ભેટ આપી વડીલ વંદના કરવામાં આવી હતી આ સમયે સુરેશભાઇ સોમપુરાએ જણાવ્યું કે, વડીલો આ પ્રસંગે કોઇ સંકોચ ના રાખશો તમારા દિકરાઓએ તમે વૃદ્ધાશ્રમમાં મુકી ગયા હોય તો આજથી અમે તમારા દીકરા છીએ. નિતીનભાઇ શાહ, મહેન્દ્ર પ્રજાપતિ, પ્રવીણ પુજારાએ માતાપિતા અને સંતાનો વિશે વક્તવ્યો આપ્યા હતા. આ પ્રસંગને સફળતા અપાવવા માટે દુષ્યંત સોમપુરા, ડૉ. મહેતાસાહેબ ડૉ. કલ્પેશ ત્રિવેદી, મેહુલ વસોયા સક્રિય હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -