ગણપતિ ફાટસર સર્કલ પાસે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

admin
1 Min Read

સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે સ્થાનિક રહિશો સહિત વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગણપતિ ફાટસર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહિશોએ સવારે તેમજ સાંજે ગણપતિ ફાટસર સર્કલ પાસે ચક્કાજામ કર્યો હતો અને પાલિકા તંત્ર સામે રોષ દાખવ્યો હતો.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગણપતિ ફાટસર વિસ્તારમાં અનુસુચિત જાતિના અનેક પરિવારો સહિત અન્ય સમાજના લોકો પણ વસવાટ કરે છે ત્યારે આ વિસ્તારમાં વઢવાણ પાલિકા દ્વારા રોડ, રસ્તા, પાણી અને સફાઈ સહિતની સુવિધાઓ આપવામાં ન આવતી હોવાની અગાઉ પણ ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે તાજેતરમાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડેલ ભારે વરસાદને પગલે ગણપતિ ફાટસર તરફ જવાનાં મુખ્ય રસ્તાં સહિત આ વિસ્તારની અનેક સોસાયટીઓના રસ્તાઓ સહિત રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહિશો સહિત મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Share This Article