મુળી બાયપાસ નજીક અકસ્માત – અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત

admin
1 Min Read

સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના મુળી બાયપાસ રોડ પર આવેલ મેકશન સર્કલ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરનાં મુળી બાયપાસ રોડ પર આવેલ મેકશન સર્કલ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.

જ્યારે આ બનાવની જાણ થતાં આસપાસનાં લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. અને તતાકાલીન એમબ્યુલન્સને કોલ કરતા એમબ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને બંન્ને મૃતકોની લાશને એમબ્યુલન્સ મારફતે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

Share This Article