સુરેન્દ્રનગરમાં સામે આવ્યો બાળ મજુરીનો કેસ

admin
1 Min Read

બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. પહેલાના સમાજોમાં જ્યારે જાગૃતિનો અભાવ હતો ત્યારની વાત ના કરતા આજે આપણે બાળ-મજુરીના કલંકને દૂર કરવા કમર કસવી પડે તેમ છે, કારણકે આજે પણ બાળકો પાસે બાળ મજુરી કરાવવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને તેમનું બાળપણ છીનવી લેવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ બાળ મજુરીનો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને ખળભળાટ મચ્યો છે.  સુરેન્દ્રનગરમાં હાલ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને તંત્ર દ્વારા આ કામ યુદ્ધના ધોરણે શરુ તો કરી દેવામાં આવ્યું છે પણ હાલ જે વીડિયો વાયરલ થયો છે તેમાં કેટલાક બાળ મજુરો પણ રસ્તાના કામ કરતા નજરે પડી રહ્યા છે. જેને લઈને બાળ મજુરીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. મહત્વનું છે કે, વર્તમાન સમયમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને બાળ મજુરી અટકાવી શકાય તે માટે વિશ્વ બાળ મજુરી દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં હજી સુધી ભારતમાં બાળ મજુરીને દૂર કરી શકાઈ નથી.

Share This Article