સુરેન્દ્રનગર : ચોટીલા નપામાં સામાન્ય સભા ન બોલાવાતા વિરોધ

admin
1 Min Read

સુરેન્દ્રનગરના ચોટીલા નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવવામાં ન આવતા ભારે હોબાળો મચેલો છે. જેને લઈને વિરોધપક્ષના નેતાએ આ અંગે કમિશનરને રજુઆત કરી હતી. ચોટીલા નગરપાલિકામાં છેલ્લે 31-1-2019 પછી કોઈ સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. ત્યારે આ મામલે વિરોધ પક્ષના નેતાએ ચિફ ઓફિસરને સભા બોલાવવા માટે જુન મહિનામાં લેખિતમાં રજુઆત કરી હતી. જોકે તેમ છતાં સામાન્ય સભા બોલાવવામાં આવી નથી.  જનરલ બોર્ડ ન બોલાવતા ચોટીલા નગરપાલિકાનો વિકાસ રુંધાઈ રહ્યો છે અને નવા કામો કેટલા મંજૂર કરવા તેનો ખર્ચ અને ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે તમામ બાબતોને લઈને વિપક્ષને અજાણ રાખવા માટે જાણી જોઈને આ સામાન્ય સભા બોલાવવામાં આવતી નથી તેવો વેધક સવાલ વિરોધ પક્ષના નેતાએ કરેલ છે. આ મામલે વિરોધ પક્ષના નેતાઓ કમિશનરને રજુઆત કરી લેખિતમાં અરજી કરી છે અને સામાન્ય સભા ઝડપથી બોલાવવામાં આવે તેવી માંગ કરી છે.

 

Share This Article