સુરેન્દ્રનગર : મહાલક્ષ્મી માતાના મંદિરમાં ધનતેરસ નિમિતે માતાજીને ચલણી નોટોનો શણગાર

admin
1 Min Read

ધનતેરસ દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે. ત્યારે લોકો પણ એવું ઈચ્છતા હોય છે કે મહાલક્ષ્મીજી માતાજી પોતાના ઉપર સદા વરસતા રહે ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે છેલ્લા 50 વર્ષથી ધનતેરસમાં દિવસે ચલણી નોટો તેમજ સોનાના આભૂષણો દ્વારા માતાજીના શણગાર કરવામાં આવે છે. આ મંદિરમાં એક લાખથી વધુ ચલણી નોટોનો શણગાર કરવામાં અવ્યો હતો.

જેમાં નવી તેમજ જુની ચલણી નોટ જેવી કે, પાંચ દસ, વીસ, પચાસ, સો, બસો, પાંચસો જેવી ચલણી નોટ ઉપયોગ કરીને એક લાખ રૂપિયાની નોટનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા આવી રહ્યા હતા.  લોકો ઉપર મા લક્ષ્મીજીની કૃપા વરસતી રહે તે માટે લોકો પ્રાર્થના કરી હતી.

Share This Article