સુરેન્દ્રનગર : માટીનાં દીવડાનાં બજારમાં મંદીનો માહોલ..

admin
1 Min Read

હાલ દિવાળીના તહેવારોનો માહોલ ચાલતો હોઇ અને દિવાળીના તહેવારમા માટીના કોડીયા પ્રગટાવવાની વર્ષો જુની પ્રાચીન અસ્થા જોવા મળે છે. માટીના ઇકો ફ્રેન્ડલી કોડીયા બનાવનાર પરિવારોની તેમાથી રોજીરોટી ચાલતી હોય છે, જયારે હાલ પરિસ્થિતિમા બદલાવ આવ્યો છે કે હાલ ચાઇનાની લાઇટોના ઝગમટા રોશનીમા કયાકને ક્યાંક માટીના કોડીયા વિશરાઈ રહ્યા છે. તેની અસર જે લોકો તેને બનાવે છે તેમને પણ આ મંદી અને વિસરાયેલા આ દીવડાની સસ્કૃતિની અસર થઇ છે.

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે થાનગઢ ખાતે ખાસ ઇકો ફ્રેન્ડલી માટીના દીવડા બનાવવામા આવે છે અને ત્યાના કારખાનેદાર અને ત્યા કામ કરતા લોકોને દીવડાનું વેચાણ ઘટતા મંદીની સીધી અસર જોવા મળી રહી છે. જે સમાજ માટે પણ વિચારવા લાયક બાબત છે. ઉલ્લેખનીય છે કે દિવાળીનો મહિમા અનેરો છે. શાસ્ત્રોમાં પણ દિવાળીની રાતને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેવી માન્યતા છે કે દિવાળી પર માં લક્ષ્મીજી ધરતી પર આવે છે. અને જે ઘરમાં દિપક હોય, રોશની હોય ત્યાં નિવાસ કરે છે. વળી દરેક માણસની એજ મનોકામના હોય છે કે તેના ઘરે સમૃદ્ધિ આવે

Share This Article