સુરેન્દ્રનગરના લખતરમાં અનાજ-કપડાનું વિત્તરણ

admin
1 Min Read

સુરેન્દ્રનગરના લખતરમાં આવેલ એકમાત્ર ઈંગ્લિશ મીડિયમ સ્કુલ સેન્ટ જોસેફમાં અનાજ અને કપડાનું વિત્તરણ કરવામાં આવ્યું હતું. ગરીબ-જરુરીયાતમંદ લોકોને સુરેન્દ્રનગરના લખતર ખાતે આવેલ એક માત્ર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે હોપ ફાઉન્ડેશનના ઉપક્રમે લખતર સેન્ટ જોસેફ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ લોકો અને જરૂરિયાત મંદ લોકોને અનાજ અને કપડાનું વિતરણ કરાયુ હતું. વિદ્યાર્થીઓએ સર્વે કરીને આશરે 125થી 150 જેવા પરિવારનું સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પરિવારના એક વ્યક્તિને આશરે 10 કિલો ઘઉં તેમજ પહેરવા લાયક કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. બે દિવસ આ વિત્તરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કે વિતરણમાં 2500 કિલો ઘઉં અને આશરે 2000 જેવા કપડાંની જોડનું વિતરણ કરવામાં આવશે. જયારે આ કાર્યને સફળ બનાવવા માટે સ્કૂલના ફાધર અને સ્કૂલના શિક્ષક વિક્રમભાઈ અને વિદ્યાર્થીઓ દ્વારા  યોગદાન આપવામાં આવ્યું હતું.

Share This Article