ધ્રાંગધ્રાના મેથાણ ગામના ખેડૂતોએ વડાપ્રધાન લખ્યા પત્રો

admin
1 Min Read

વરસાદે ખેતરોમાં તૈયાર થઇ ગયેલા પાકનો સોથ વાળી દેતા ખેડૂતોની રહી સહી આશાઓ પર પણ પાણી ફરી વળ્યું હતું. અને કપાસ, એરંડા, બાજરી, જુવાર, મગફળીના પાક ભારે પવનના કારણે ઉંધો પડી ગયો હતો તેમજ ખેતરોમાં પાણી ભરાઇ જતાં ધરતીપુત્રોની હાલત દયનીય બની છે. ધ્રાંગધ્રા, કોઢ, રતનપર. બાવ઼ળી.જીવા નારીચાણા, જસાપર સહીતના ગામોમાં ભારે નુકશાન થયાની ખેડૂતોની ફરીયાદો ઉઠી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નુકશાની અંગે પત્રો લખવામાં આવ્યો હતો. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ પાકોના નુકશાની અંગે તાત્કાલિક વળતર ચુકવવાની માગ આ પત્રમાં કરવામાં આવી છે. તે સિવાય વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખોટી રીતે ઈરાદાપૂર્વક હેરાન કરતા હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ થતાં ખેડૂતોને આર્થિક નુકશાન વ્હોરવાનો વારો આવ્યો છે. વરસાદે ખેતીને નુકશાન પહોંચાડતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યાં છે ત્યારે તેમના માટે પાકવિમો એક માત્ર સહારો બન્યો છે.જોકે,હજુ સુધી પાકવિમો ન ચૂકવાતાં ખેડૂતો સરકારથી ભારોભાર નારાજ થયાં છે.

 

Share This Article