સુરેન્દ્રનગર : પાલિકા દ્વારા મિલ્કત વેરો ન ભરનાર સામે કાર્યવાહી

admin
1 Min Read

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક દુકાનદારો સહિત વે૫ારીઓ ઘંધો રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે નિયમ મુજબ પાલિકા તંત્ર દ્વારા મિલકત સહિતનો વેરો વસુલવામાં આવતો હોય છે પરંતુ શહેરનાં અનેક વેપારીઓ અને દુકાનદારો મિલકત વેરો ન ભરતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ પાલિકા તંત્ર દ્વારા આવર-નવાર કરદાતાઓને મૌખીક તેમજ લેખીત જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક દુકાનદારો દ્વારા ઘણા વર્ષોથી મિલકત વેરો ભરવામાં ન આવતાં પાલિકા તંત્ર દ્વારા શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ અલગ-અલગ કોમ્પલેક્ષોમાં ચેકીંગ હાથધરી દુકાનોને સીલ મારવામાં આવ્યાં હતાં. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં આવેલ મિલકતધારકો નિયમ મુજબ મિલ્કત વેરાની ભરપાઈ કરતાં હોય છે પરંતુ શહેરી વિસ્તારમાં અનેક મિલકતધારકો છેલ્લા પાંચ-આઠ વર્ષથી મિલકત વેરો ભરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

Share This Article