બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો

admin
1 Min Read

સુરેન્દ્રનગરના લીમડી ખાતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે 8 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. સાયલા ખાતે અગાઉ પણ એક વર્ષ પહેલા સલાયામાં અંગત અદાવતમાં આ જૂથ વચ્ચે પણ અગાઉ મારામારી થઇ હતી. જેમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ ફરી આ જ સ્થળે જૂની અદાવતમાં મારામારી થઇ હતી. જેમાં જૂથો સામસામે આવી ગયા હતા. હથિયારો અને લાકડીઓ વડે હુમલો થયો હતો.જૂથ અથડામણમાં આઠ કરતા વધારે લોકોને ઇજાઓ પહોંચી હતી. અંગત અદાવતમાં થયેલા જૂથ અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ આવી પહોચ્યા હતા.

Share This Article