સુરેન્દ્રનગર ખાતે વિજયાદશમી નિમિતે પોલીસ તંત્ર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DSP મહેન્દ્ર બગડિયા, DYSP એ.બી. વાળંદ, PI, PSI સહિતના અધિકારીઓએ શસ્ત્રની પૂજા કરી હતી. પોલીસ અધિકારીઓને નવરાત્રીમાં આપેલા સહકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રજા જનોને પણ દશેરા પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આસો મહિનાના શુક્લ પક્ષની દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. વિજય દશમીનો પર્વ અસત્ય ઉપર સત્યની જીત તરીકે પણ માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણના પુતળાનું દહન એ સંકેત આપે છે કે સકારાત્મક શક્તિ હંમેશા નકારાત્મક ઊર્જા પર જીતે છે. વિજયા દશમીને વણજોયું મુહૂર્ત પણ કહે છે. આ દિવસે કોઈ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન કરવામાં આવે છે તો તેમાં પૂર્ણ સફળતા મળે છે. વિજયા દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ દિવસે કરેલા કેટલાક ઉપાયો પણ સફળ થાય છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -