ધ્રાંગધ્રા APMC ની ચૂંટણી ગત 24 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. જેમાં ભાજપની બોડી બિનહરીફ થઈ હતી. જેમા આજરોજ પહેલી ટમ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના ચેરમેન તરીકે મહેશભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે કનકસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની ટમમાં પણ મહેશભાઈ પટેલ ચેરમેન તરીકે રહી ચૂકેલ છે. અને હાલમાં નવું Apmc બનાવવાની કામગીરી પણ ચાલુ છે. ખેડૂતોને તેમને પાકના પુરા ભાવ મળે અને તેમને પોતાનો પાક વેચવા માટે બીજે દૂર ન જવું પડે ખેડૂતોને ઘર આંગણે આ માર્કેટ યાર્ડનો લાભ મળે અને શહેર તેમજ આજુબાજુના ગામડામાં ખેતી ઉપર નભતા લોકોની સંખ્યા વધુ છે. માટે સરકાર દ્વારા ખેડૂતોને સારી સુવિધાઓ મળી રહે તે માટે કામ કરવા માટે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન અને તેમની ટીમના લોકો કાર્ય કરશે. આજે નવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દ્વારા પોતાની ઉમેદવારી કરી હતી અને સામે બીજા કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન કરતા આજે ધ્રાંગધ્રા APMC માં પણ ચેરમેન અને વાઇસ ચેરમેનમાં પણ બીજા કોઈ એ દાવેદારી ન કરતા APMC માં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યાર્ડના નવા ચૂંટાયેલા ડિરેક્ટર તેમજ શહેર ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -